Sunday, 4 November 2012

Life of Dinkernath Yogi




Life of Dinkernath Yogi

How Lived a yogi : 

ગુર્જર મહાયોગેશ્વર શ્રી દિનકરનાથનું જીવન ઝરમર
                પરમપૂજય ગુરુવર્ય ગુર્જર મહાયોગેશ્વરએ ગૃહસ્થ મહાત્મા હતા. તેઓશ્રી ગુજરાત રાજ્યના સાબરકાઠા જિલ્લાના મોડાસા ગામમાં સોનીવાડા પરબડી સામે રહેતા હતા. તેઓશ્રી બ્રહ્મક્ષત્રિય(Brahmkshatriya) જ્ઞાતિના જારેચા કુળના શુક્લ યજુર્વેદીય માદ્યદિન શાખાના પારાશર ગોત્રના હતા. તેઓશ્રીનું પુર્વાશ્રમનું નામ શ્રી ચુનીલાલ છગનલાલ બ્રહ્મક્ષત્રિય(Shri Chunilal Chhaganlal Brahmkshatriya) હતું.  તેઓશ્રીના પિતાનું નામ શ્રી છગનલાલ(Chhaganlal), માતાનું નામ માકોરબા(Makorba), તથા ધર્મ પત્નીનું નામ ઇચ્છાબેન (Ichchhaben) હતું. તેઓશ્રીને એક પુત્ર શ્રી ત્રંબક્લાલ (Trambaklal) તથા એક પુત્રી શ્રી પુષ્પાબેન (Pushpaben) હતા. તેઓશ્રીનો જન્મ તા.6-10-1903 સવંત 1959ના આસો સુદ 15ને મંગવારના રોજ મોડાસા (Modasa, Dist.Sabarkantha) મુકામે થયો હતો.  તેઓશ્રીએ પ્રાથમિક શિક્ષણ ધોરણ-7 (વર્નાક્યુલર ફાઈનલ) સુધી મેળવી  પ્રાથમિક શાળાના શિક્ષક્ના વ્યવસાયમાં જોડાયા હતા. પ્રાથમિક શિક્ષક(Primary teacher) નો વ્યવસાય નિયિમિતપણે કર્તવ્ય પરાયણપૂર્વક નિષ્ઠાપૂર્વક બજાવેલ હતો.
                તેઓશ્રીએ 20 વર્ષની ઉંમરે સાધનાની શરૂઆત કરી હતી. તેઓશ્રીએ પોતાના ઘરે જાતે એક ઓરડી સાધના માટે બનાવી હતી. તેમાં 3 વર્ષ સુધી ચાતુર્માસ કર્યો હતો. તેઓશ્રીની ઇચ્છા સંન્યાસ લેવાની હતી.  આથી તેઓ ઘર છોડી સંન્યાસ લેવા હિમાલય-હરિદ્વાર જવા નીક્ળ્યા, ત્યાં રસ્તામાં શ્રી જયાનંદ સ્વામી નામના સંન્યાસીનો ભેટો થયો.  સંન્યાસ લેતા પહેલા મા-બાપની રજા લેવી પડે છે, તેવું સમજાવી તેઓને ઘેર લઈ આવ્યા. ઘરડા મા-બાપને જોઇ સંન્યાસ લેવાની ના પાડી, તેમની સેવા કરવાનું કહ્યું. મા-બાપની સેવા કરશો તો સંન્યાસનું જે ફળ છે તે તમોને ઘેર બેઠા પ્રાપ્ત થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
                શ્રી જયાનંદ સ્વામીએ સંન્યાસ માર્ગમાં દુષણો બતાવી તે તરફ રૂચી ન થાય તેવા પત્રો લખતા.  ગૃહસ્થ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે તેવા દાખલા આપી પ્રોત્સાહન આપતા. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી દિનકરનાથ એકાંતમાં સાધના કરવા લાગ્યા હતા. તેઓશ્રી વ્યવહારિક કાર્યોમાં તેમજ પરમાર્થ કાર્યોમાં પ્રવૃત રહેતા - પરમાર્થના શ્રૈયના કાર્યો તેમણે મુખ્ય ગણ્યાં હતાં. આ ચારે વિદ્યા - અધ્યાત્મવિદ્યા,  બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, તત્વવિદ્યા - માં લાગેલા રહેતા. આ ચારે વિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન-સત્સંગ-શોધન કરવું તે તેમનું મુખ્ય કાર્ય હતું. એવા અભ્યાસમાં તેમણે 40 વર્ષ ગાળ્યા હતા. વ્યવહારનું તથા ધરકામ સાથે સાથે કરતા.વ્યવહારમાં ચૂક પડવા દેતા નહિ. સંસારમાં રહીને તપ તથા નોકરી કરતા. ચાતુર્માસ જંગલમાં એકાંતમાં એકલા રહીને ગાળતા, બીજાનો સંગ કરી વાતોમાં સમય વ્યતીત કરી દેવો તે તેમને ઠીક લાગતું નહિ.  જંગલમાં મોડાસા ગામથી દૂર ઓધારીમાતાની જ્ગ્યાએ - મહાદેવનીપૂજા કરતા, એકાંતમાં બંધ બારણે એકલા જ ધ્યાન તથા પોતાની નિદિધ્યાસનની પોથીના પાઠો કરતા. જમવાનો પ્રબંધ જંગલમાં રાખતા નહિ પણ પોતાને ધેર આવી જમી જતા. જંગલમાં એકાંતમાં રહેવાનો ટાઇમ સાંજના 6-30થી સવારે 9-30 સુધીનો હતો. આ રીતે જંગલમાં 15 કલાક એકાંતમાં ગાળતા; રાત્રીએ 5 કલાક નિદ્રા લેતા, બાકીના 10 કલાક પ્રભુ પ્રીતિ અર્થે નિદિધ્યાસન આવૃતિમાં ગાળતા.  ચાતુર્માસ સિવાય બાકીના આઠ માસ શાંતિથી ઘેર બેસી રહેતા નહિ પણ સદગ્રંથોનું વાંચન કરતા; શ્રવણ-મનન-નિદિધ્યાસન કરતા, તેના સાર રૂપે કાંઈ ને કાંઈ લખતા. કુથલીમાં કાળ ગમન કરતા નહિ. કોઈ વખત રાત્રીઓની રાત્રી ઉજગરા કરતા, સવાર થઇ જતું. આ પ્રમાણે જિવનભરનું તપ હતું.  તેઓશ્રીનો ચાતુર્માસનો સમય કુલ 27 વર્ષનો હતો.
                તેઓશ્રી યોગની છેલ્લી પદવી મેળવી તત્વદર્શી મહાયોગેશ્વર દિનકરનાથ કહેવાયા. તેઓશ્રી ખેડા જિલ્લાના કપડવંજ મુકામે એક બ્રાહ્મણ પરિવારના ઘેર તા.15-4-1963ના રોજ બ્રહ્મલીન થયા હતા.


No comments:

Post a Comment

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...