Monday 26 August 2013

Swami Ramtirth - Dharma - three categories.



સ્વામી રામતીર્થ

 જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય.
.    તસ્યૈવાહમ : હું તેનો છું.
.    તવૈવાહમ : હું તારો છું.
3.    ત્વમેવાહમ : હું તે તું છે.

.  તસ્યૈવાહમ : હું તેનો છું.  પહેલા પંથ પ્રમાણે હું તેનો છું. આ પ્રમાણેની માન્યતામાં માયાનો ઘણો ગાઢ પડદો લાગેલો છે.  પહેલા મત પ્રમાણે ભક્ત પોતાને ઈશ્વરથી દૂર સમજે છે. ઈશ્વર આ જગતમાં ન હોય, અદ્રશ્ય હોય તેમ ત્રીજા પુરુષમાં તેને સંબોધે છે. આ સ્થિતિ આવશ્યક છે. કારણકે તે ખરા સત્ય ધર્મની શરૂઆત છે. આ સ્થિતિની શરૂઆત થયા વિના આગળ વધવું અશક્ય છે. હું તેનો છું. આટલી જ ભાવના જો કેળવાય તો તે કેટલી મધુર લાગે છે. ઈશ્વર ભક્ત પ્રભાતના પહોરમાં જાગ્રત થતા કહે છે કે, પ્રભુએ મને કૃપા કરી જાગ્રત કર્યો. પોતાના નિત્ય કર્મમાં પ્રવૃત થતા કહે છે કે, મારી ફરજો બજાવવા પ્રભુએ મને પ્રેર્યો છે. સર્વ જગત, પોતાના સંબંધી સર્વ પ્રભુએ તેને આપેલા છે એમ જ તે સમજે છે. અહા! જગત આવા વિચારોથી સ્વર્ગ સમાન બને છે. મનુષ્ય ખરા અન્તઃકરણથી એમ માને છે કે, દરેક વસ્તુ ઈશ્વરની છે. અને પોતે પણ તેનો જ છે. તો પછી સંસાર તેને માટે સ્વર્ગ જ છે. આવી ભાવના પ્રમાણે પણ જો બરાબર દ્રઢ હોય તો તેવો પુરુષ પણ આનંદમય જ બને છે. આ ભાવના પ્રમાણે જો કર્મ કરો, તો તેની મધુરતા ઓર આવે છે, પરંતુ આ ભાવના પણ માત્ર હજુ સત્ય ધર્મની શરૂઆત જ છે.
)    તવૈવાહમ : હું તારો છું.  હવે ઉપરની ભાવના સાથે હું તારો છું એ ભાવનાને સરખાવીએ. દ્રઢ શ્રદ્ધા જો પહેલી ભાવનામાં પણ હોય તો માયાનો પડદો ત્યાં પણ નહી જ જેવો રહે છે. રોમે રોમમાં, શરીરના લોહીના બિંદુએ બિંદુમાં જો આ પહેલી ભાવના ઓતપ્રોત થયેલી હોય, હું તેનો છું તો તેવી દ્રઢ માન્યતાથી માયાનો પડદો આંખ ઉપરથી દુર થઈ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. તેવી ભાવનાથી મનુષ્ય ઈશ્વર બને છે. પહેલી ભાવનામાં ઈશ્વર દુર સમજાય છે. બીજીમાં સન્મુખ છે એમ ધારીએ છીએ.
()    ત્વમેવાહમ : હું તે તું છે. આ ત્રીજી ભાવનામાં આવે ત્યારે દ્વૈત ઉડી જઈ અદ્વૈત ભાવ આવે છે. પ્રેમ અને પ્રેમ જેના ઉપર કરવાનો છે, તે વસ્તુનો અભેદ થઈ જાય છે. આમ અભેદોઉંર્મી થવાથી વેદાંતનો સાક્ષાત્કાર થાય છે. તે ઈશ્વર હું છું.


No comments:

Post a Comment

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...