મોક્ષનું
સાધન જ્ઞાન જ છે.
મોક્ષસામ્રાજય
પ્રાપ્ત કરવાને માટે જ્ઞાન જ તેનું સાધન છે.
તે સિવાય ગમે તેટલા યજ્ઞયાગાદિ કર્મ કરો, વેદનું અધ્યયન કરો, દર્શન
શાસ્ત્રનો અભ્યાસ કરો, જડ મૂર્તિની ગમે તેટલી ઉપાસના-ભકિત કરો, હઠયોગનો અભ્યાસ
અથાર્ત હઠયોગની ક્રીયાઓ ગમે તેટલી કરો, પંચ ધૂણી તપવી વગેરે ગમે તેટલી તપશ્ચયા
કરો; છતાં પરમાત્મા નો સાક્ષાત્કારરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કર્મ, ઉપાસના,
શાસ્ત્રીયજ્ઞાન અથાર્ત વેદાંત જ્ઞાન, હઠયોગ એ સાધનો સત્ય મોક્ષ મેળવવા માટે યથાર્થ
નથી; પરંતુ મોક્ષનું સાધન જ્ઞાન જ છે. તે જ્ઞાન કુંડલીની યોગ ધારણ કરવાથી
અંત:કરણમાં સ્વયં સ્ફુરે છે. કુંડલીની યોગથી પ્રગટ થયેલા જ્ઞાનને “યૌગિક જ્ઞાન”
કહેવામાં આવે છે. અથાર્ત ઋત્મભરા પ્રજ્ઞા જેમાં સત્ય ભરેલું છે, એવું સચોટાત્મક
જગતના કાર્યકારણને જણાવનારું ઋત્મભરા (પ્રજ્ઞા) જ્ઞાન છે. ગીતામાં ભગવાને કહ્યું
કે બુદ્ધિ યોગ હું આપું છું તે જ આ ઋત્મભરા પ્રજ્ઞા યૌગિક જ્ઞાન છે. અને તે
જ્ઞાનથી મનુષ્યની ભ્રાંતિઓ તૂટી જાય છે.
કર્મ, ઉપાસના, શાસ્ત્રીય જ્ઞાન, હઠયોગએ
સાધનો ઉપયોગી કેમ નથી; કારણ કે તે હ્રદયની ગ્રંથિઓ રૂપ, ભ્રાંતિઓનો તેમજ અજ્ઞાનનો
નાશ કરવા શક્તિમાન નથી. જેવી રીતે ઘણા લાબાં વર્ષોના અંધકારનો નાશ કરવા માટે
બંદુક, તલવાર, પથ્થર, લાકડી વગેરે કઈ પણ ઉપયોગી થતાં નથી; પરંતુ ફક્ત એક દીપકની જ જરૂર છે. જે ક્ષણે
દિપક થાય તેજ ક્ષણે ઘણા વર્ષોનો અંધકાર નાશ પામે છે. તેવી રીતે અજ્ઞાનરૂપ અંધકારનો
નાશ કરવા માટે કુંડલિની યોગ ધારણ કરીને સુગંધ દ્વારા ઉત્પન્ન થતું “ઋત્મભરા
પ્રજ્ઞા જ્ઞાન” અને તે પછી અંતે છ ચક્રવેધન થતાં કુંડલિની યોગ સિદ્ધ થઈને, ઉન્મની
અવસ્થા પ્રાપ્ત થવાથી સ્વયં પ્રગટ થતું “બ્રહ્મજ્ઞાન” અથાર્ત અનંત જ્ઞાન, નિરવધિ
જ્ઞાનરૂપ દીપકને પ્રગટ કરવો જોઈએ. તે સંપુર્ણ અજ્ઞાનરૂપ અંધકારનો ક્ષણમાં નાશ કરે
છે અને તે જ સમયે મોક્ષ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ જ્ઞાન એ જ મોક્ષનું
ખરેખરું સાધન છે એમ કહેવાય છે. - From Kundlini Yog written by Dinkernath Mahasiddh Yogi
Website : gyanvigyanmandal.org
No comments:
Post a Comment