Saturday 15 December 2012

Thought of Swami Vivekanand on Dharma, Goal of Life



સ્વામી વિવેકાનંદ
ઈશ્વર અને ધર્મ :
1.      ધર્મનું તત્વ/ જિવનનું ધ્યેય :  દરેક વ્યકિતમાં દિવ્યતા (આત્મા) સુપ્તપણે રહેલ છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યકત કરવીએ જિવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્વા જ્ઞાન - એમ એક અથવા અનેક દ્વારા તેને સિદ્ધ કરો. ધર્મનું આ સમગ્ર તત્વ છે.      
1.    ધર્મ એટલે સિદ્ધાંતો, મતવાદો કે બૌદ્ધિક વાદવિવાદ નહિ; ધર્મ એટલે પરમતત્વમાં જિવવું, તદરૂપ થવું; ધર્મ એટલે અનુભૂતિ.
2.    ભારતમાં જેને યોગ કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તિ થાય છે. કર્મ યોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતિ વચ્ચેની એકતારૂપે, રાજયોગી એને જિવ અને બ્રહ્મની એકતારૂપે, ભકત એને પ્રેમસ્વરૂપ ઇશ્વર અને પોતાની વચ્ચે એકતારૂપે અને જ્ઞાની એને બહુધા વિલસતા સતની એકતારૂપે નિહાળે છે. યોગનો અર્થ આ છે.
3.      ઇશ્વરની પૂજા કરીને આપણે હંમેશા ખરેખર તો આપણી અંદર નિગૂઢ રીતે રહેલા આત્મતત્વ ની જ પૂજા કરીએ છીએ.
4.      ઇશ્વર જ સત્ય છે આત્મા સત્ય છે; આધ્યાત્મિક્તા જ સત્ય છે. તેમને વળગી રહો.
5.      ભોજન, ભોજન બોલવું અને ખરેખર ભોજન કરવું, પાણી,પાણી બોલવુ અને ખરેખર પાણી પીવું - એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર ભગવાન,ભગવાન રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહિ.  એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ.
6.      અભ્યાસ એ સંપૂર્ણપણે આવશ્યક છે. ભલે તમે મારી પાસે બેસીને દરરોજ એકાદ કલાક શ્રવણ કરો, પરંતુ જો તમે અભ્યાસ ન કરો તો એક પણ ડગલું આગળ વધી શકો નહિ. બધો આધાર અભ્યાસ ઉપર છે. આ બધી બાબતોનો જ્યાં સુધી આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણને તેમાં કદાપિ સમજ પડે નહિ. આપણે જાતે જ તેમનું દર્શન કરીને તેમને આત્મસાત કરવી જોઇએ, વિવરણો અને સિદ્ધાંતોનુ કેવળ શ્રવણ કરવાથી કશું વળવાનું નથી.
7.      એક વિચારને ગ્રહણ કરો; તેને તમારું જિવન સર્વસ્વ બનાવી દો; તેના વિશે ચિંતન કરો, તેના  સ્વપ્ન સેવો. એ વિચાર પર જ જિવો; તમારું મસ્તિક, તમારા સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગેઅંગ - એ બધાને એ વિચારથી ભરી દો, અને એ સિવાયના અન્ય સર્વ વિચારોને બાજુ પર મૂકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે, અને આ રીતે જ મહાન આધ્યાત્મિક વિભુતિઓનો ઉદય થાય છે.




No comments:

Post a Comment

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...