Tuesday, 18 December 2012

Tatva Gyan (Knowledge of Tatva),



Different meaning of ‘Tatva’.
તત્વ શબ્દના વિવિધ અર્થ
  • સૃષ્ટિના પ્રલય પછી પણ પોતાના મૂળ સ્વરૂપે જે ટકી રહે છે.
  • જગતનું મૂળ કારણ કે કારણો
  • રહસ્ય, સારાંશ, આત્માનું મૂળ સ્વરૂપ 
  • કપિલ મુની પ્રણિત સાંખ્ય દર્શન અનુસર ચોવીસ - તત્વો જેવા કે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ (પંચ મહાભૂત) + શ્રોત્ર, ત્વક (ત્વચા), ચક્ષુ, જિહવા (જિભ) અને ધ્રાણ (નાક) રૂપી પંચ જ્ઞાનેંદ્રીય + સ્પર્શ, શબ્દ, રૂપ અને ગંધ (પાંચ તન્માત્રા), વાક (વાણી), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા) અને ઉપસ્થ (જનેન્દ્રિય) રૂપી પાંચ કર્મેન્દ્રિય + મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર (ચાર અંત:કરણ) આમ કુલ ચોવીસ તત્વો પ્રકૃતિના છે.  જે જડ કે અચેતન છે અને પચીસમું તત્વ તે આત્માકે પુરુષ છે. જે ચેતન છે અને નિષ્ક્રિય કે સાક્ષીરૂપ છે. આ બધાનું જ્ઞાન એટલે તત્વ જ્ઞાન.
સાર્વત્રિક તત્વજ્ઞાન ની વિવિધ વ્યાખ્યાઓ
  • તત્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, દરેક સ્થિતિમાં આત્માને સાચી શાંતિ અને સાચું સુખ (આનંદ) આપે તેવું જ્ઞાન.
  • તત્વ જ્ઞાન એટલે  તત્વત્રયી (ત્રણ મૂળભૂત તત્વો) જેવા કે, જિવ (આત્મા), જગત અને જગદીશ (પરમેશ્વર/પરબ્રહ્મ)ના યથાર્થ સ્વરૂપનું અને તેમની વચ્ચેના આંતર સંબંધો અંગેનું જ્ઞાન. 
  • તત્વ જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન.
  • તત્વ જ્ઞાન એટલે આ જગત પોતે શું છે ? અને તેને લગતી સાચી સમજણ કે યથાર્થ જ્ઞાન (અત્યારના વિજ્ઞાનીઓ આ પ્રકારની વ્યાખ્યાને આધારે જગતને સમજવા સંશોધન કરી રહ્યા છે.)

હવે આપણે તત્વજ્ઞાનીઓએ આપેલ તત્વ જ્ઞાનની વ્યાખ્યાઓ જાણીએ.

  • ભારતીય કપિલ મુનિ પ્રણિત સાંખ્ય દર્શન અને પતંજલિ પ્રણિત યોગ દર્શન અનુસાર :- પ્રકૃતિ (જડ છતાં સક્રિય) અને પુરૂષ (સચેતન અને નિષ્ક્રિય)નું સ્વરૂપ અને બંને  વચ્ચેનો ભેદ જણાવે તે તત્વ જ્ઞાન’.
  • સાંખ્ય દર્શન પ્રમાણેની બીજિ વ્યાખ્યા અનુસાર : ‘જેનાથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી ચોવીસ તત્વોનું તથા પચીસમા તત્વ એવા પુરુષનું (આત્માનું) યથાવત જ્ઞાન થાય તે તત્વ જ્ઞાન. (નોંધ : આ પચીસેય તત્વોનું વર્ણન આગળ આપેલ છે.)
  • વેદાંત દર્શન (ઉત્તર મીમાંસા) અનુસાર : તત્વ જ્ઞાન એટલે અવિદ્યાનો (મૂળ અજ્ઞાનનો) નાશ (દૂર થવું તે)
  • ભગવાન સ્વામી નારાયણ અનુસાર : તત્વ જ્ઞાન એટલે જિવ (આત્મા), ઇશ્વર, માયા, બહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ તત્વોનું યથાર્થ જ્ઞાન આપે તે જ્ઞાન.

Monday, 17 December 2012

ઈ-બુકસ -Ebooks


ક્રમ
પુસ્તકનું નામ
લેખક/પ્રકાશકનું નામ
પૃષ્ઠ સંખ્યા
1
શ્રી યોગેશ્વર
240
2
Eleanor H. Porter
294
3
સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ
215
4
આદિ શંકરાચાર્યજી
65
5
પ્રકાશકઃ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
35
6
મુળ લેખકઃ ડો.બ્રાયન વૈશ, સંક્ષિપ્ત ભાવાનુવાદઃ અશોક ન. શાહ
60
7
સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ
84
8
સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ
67
9
સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ
297
10
સ્વામિ ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ
117
11
પાવર પોઈન્ટની સ્લાઈડ પરથી
65
12
આદિ શંકરાચાર્યજી મહારાજ
21
12
આદિ શંકરાચાર્યજી મહારાજ
44
13
આદિ શંકરાચાર્યજી મહારાજ
33
14
આદિ શંકરાચાર્યજી મહારાજ
15
15
દિવ્ય જીવન સંઘ
64


 ઊપરોકત ઇ-બુક્સ http://bhajanamrutwani.wordpress.com/e-books/ પર મળી શકશે.

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...