Monday, 26 August 2013

Swami Ramtirth - Dharma - three categories.



સ્વામી રામતીર્થ

 જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય.
.    તસ્યૈવાહમ : હું તેનો છું.
.    તવૈવાહમ : હું તારો છું.
3.    ત્વમેવાહમ : હું તે તું છે.

.  તસ્યૈવાહમ : હું તેનો છું.  પહેલા પંથ પ્રમાણે હું તેનો છું. આ પ્રમાણેની માન્યતામાં માયાનો ઘણો ગાઢ પડદો લાગેલો છે.  પહેલા મત પ્રમાણે ભક્ત પોતાને ઈશ્વરથી દૂર સમજે છે. ઈશ્વર આ જગતમાં ન હોય, અદ્રશ્ય હોય તેમ ત્રીજા પુરુષમાં તેને સંબોધે છે. આ સ્થિતિ આવશ્યક છે. કારણકે તે ખરા સત્ય ધર્મની શરૂઆત છે. આ સ્થિતિની શરૂઆત થયા વિના આગળ વધવું અશક્ય છે. હું તેનો છું. આટલી જ ભાવના જો કેળવાય તો તે કેટલી મધુર લાગે છે. ઈશ્વર ભક્ત પ્રભાતના પહોરમાં જાગ્રત થતા કહે છે કે, પ્રભુએ મને કૃપા કરી જાગ્રત કર્યો. પોતાના નિત્ય કર્મમાં પ્રવૃત થતા કહે છે કે, મારી ફરજો બજાવવા પ્રભુએ મને પ્રેર્યો છે. સર્વ જગત, પોતાના સંબંધી સર્વ પ્રભુએ તેને આપેલા છે એમ જ તે સમજે છે. અહા! જગત આવા વિચારોથી સ્વર્ગ સમાન બને છે. મનુષ્ય ખરા અન્તઃકરણથી એમ માને છે કે, દરેક વસ્તુ ઈશ્વરની છે. અને પોતે પણ તેનો જ છે. તો પછી સંસાર તેને માટે સ્વર્ગ જ છે. આવી ભાવના પ્રમાણે પણ જો બરાબર દ્રઢ હોય તો તેવો પુરુષ પણ આનંદમય જ બને છે. આ ભાવના પ્રમાણે જો કર્મ કરો, તો તેની મધુરતા ઓર આવે છે, પરંતુ આ ભાવના પણ માત્ર હજુ સત્ય ધર્મની શરૂઆત જ છે.
)    તવૈવાહમ : હું તારો છું.  હવે ઉપરની ભાવના સાથે હું તારો છું એ ભાવનાને સરખાવીએ. દ્રઢ શ્રદ્ધા જો પહેલી ભાવનામાં પણ હોય તો માયાનો પડદો ત્યાં પણ નહી જ જેવો રહે છે. રોમે રોમમાં, શરીરના લોહીના બિંદુએ બિંદુમાં જો આ પહેલી ભાવના ઓતપ્રોત થયેલી હોય, હું તેનો છું તો તેવી દ્રઢ માન્યતાથી માયાનો પડદો આંખ ઉપરથી દુર થઈ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. તેવી ભાવનાથી મનુષ્ય ઈશ્વર બને છે. પહેલી ભાવનામાં ઈશ્વર દુર સમજાય છે. બીજીમાં સન્મુખ છે એમ ધારીએ છીએ.
()    ત્વમેવાહમ : હું તે તું છે. આ ત્રીજી ભાવનામાં આવે ત્યારે દ્વૈત ઉડી જઈ અદ્વૈત ભાવ આવે છે. પ્રેમ અને પ્રેમ જેના ઉપર કરવાનો છે, તે વસ્તુનો અભેદ થઈ જાય છે. આમ અભેદોઉંર્મી થવાથી વેદાંતનો સાક્ષાત્કાર થાય છે. તે ઈશ્વર હું છું.


Friday, 22 February 2013

મોક્ષનું સાધન જ્ઞાન જ છે.

મોક્ષનું સાધન જ્ઞાન જ છે.
મોક્ષસામ્રાજય પ્રાપ્ત કરવાને માટે જ્ઞાન જ તેનું સાધન છે.  તે સિવાય ગમે તેટલા યજ્ઞયાગાદિ કર્મ કરો, વેદનું અધ્યયન કરો, દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરો, જડ મૂર્તિની ગમે તેટલી ઉપાસના-ભકિત કરો, હઠયોગનો અભ્યાસ અથાર્ત હઠયોગની ક્રીયાઓ ગમે તેટલી કરો, પંચ ધૂણી તપવી વગેરે ગમે તેટલી તપશ્ચયા કરો; છતાં પરમાત્મા નો સાક્ષાત્કારરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કર્મ, ઉપાસના, શાસ્ત્રીયજ્ઞાન અથાર્ત વેદાંત જ્ઞાન, હઠયોગ એ સાધનો સત્ય મોક્ષ મેળવવા માટે યથાર્થ નથી; પરંતુ મોક્ષનું સાધન જ્ઞાન જ છે. તે જ્ઞાન કુંડલીની યોગ ધારણ કરવાથી અંત:કરણમાં સ્વયં સ્ફુરે છે. કુંડલીની યોગથી પ્રગટ થયેલા જ્ઞાનને “યૌગિક જ્ઞાન” કહેવામાં આવે છે. અથાર્ત ઋત્મભરા પ્રજ્ઞા જેમાં સત્ય ભરેલું છે, એવું સચોટાત્મક જગતના કાર્યકારણને જણાવનારું ઋત્મભરા (પ્રજ્ઞા) જ્ઞાન છે. ગીતામાં ભગવાને કહ્યું કે બુદ્ધિ યોગ હું આપું છું તે જ આ ઋત્મભરા પ્રજ્ઞા યૌગિક જ્ઞાન છે. અને તે જ્ઞાનથી મનુષ્યની ભ્રાંતિઓ તૂટી જાય છે.
      કર્મ, ઉપાસના, શાસ્ત્રીય જ્ઞાન, હઠયોગએ સાધનો ઉપયોગી કેમ નથી; કારણ કે તે હ્રદયની ગ્રંથિઓ રૂપ, ભ્રાંતિઓનો તેમજ અજ્ઞાનનો નાશ કરવા શક્તિમાન નથી. જેવી રીતે ઘણા લાબાં વર્ષોના અંધકારનો નાશ કરવા માટે બંદુક, તલવાર, પથ્થર, લાકડી વગેરે કઈ પણ ઉપયોગી થતાં  નથી; પરંતુ ફક્ત એક દીપકની જ જરૂર છે. જે ક્ષણે દિપક થાય તેજ ક્ષણે ઘણા વર્ષોનો અંધકાર નાશ પામે છે. તેવી રીતે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવા માટે કુંડલિની યોગ ધારણ કરીને સુગંધ દ્વારા ઉત્પન્ન થતું “ઋત્મભરા પ્રજ્ઞા જ્ઞાન” અને તે પછી અંતે છ ચક્રવેધન થતાં કુંડલિની યોગ સિદ્ધ થઈને, ઉન્મની અવસ્થા પ્રાપ્ત થવાથી સ્વયં પ્રગટ થતું “બ્રહ્મજ્ઞાન” અથાર્ત અનંત જ્ઞાન, નિરવધિ જ્ઞાનરૂપ દીપકને પ્રગટ કરવો જોઈએ. તે સંપુર્ણ અજ્ઞાનરૂપ અંધકારનો ક્ષણમાં નાશ કરે છે અને તે જ સમયે મોક્ષ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ જ્ઞાન એ જ મોક્ષનું ખરેખરું સાધન છે એમ કહેવાય છે.          - From Kundlini Yog written by Dinkernath Mahasiddh Yogi
                                Website : gyanvigyanmandal.org

Monday, 7 January 2013

Shankracharya's Four Maths



શૃંગેરી મઠ

શૃંગેરી જ્ઞાનમઠ ભારતના દક્ષિણમાં રામેશ્વરમાં સ્થિત છે. આદિ શંકારાચાર્ય દક્ષિણ ભારતના જ હતા. શૃંગેરી મઠ અંતર્ગત દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી સરસ્વતી, ભારતી તથા પુરી સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય 'अहं ब्रह्मास्मि' છે, તથા મઠની અંદર 'यजुर्वेद'ને રાખવામાં આવે છે.  આ મઠના પ્રથમ મઠાધીશ આચાર્ય સુરેશ્વરજી હતા, જેનું પહેલા મંડન મિશ્ર નામ હતું. આ ઈન્દોરની પાસે નર્મદા તટ પર સ્થિત મહેશ્વર, પ્રાચીન નામ મહિષ્મતિ નગર હતું. તે બ્રહ્માનો અવતાર માનવામાં આવે છે.
  
ગોવર્ધન મઠ

ગોવર્ધન મઠ ભારતના પૂર્વી ભાગમાં ઓરિસ્સાના પુરી નગરમાં સ્થિત  છે. ભગવાન જગન્નાથના આ દિવ્યસ્થાન પર આદિ શંકરાચાર્યે વરસોથી જમીનમાં રહેલા ભગવાન જગન્નાથને શોધ્યા. ગોવર્ધન મઠની અંદર દીક્ષાપ્રાપ્ત કરનાર સંન્યાસીઓના માન પછી  'आरण्य' સંપ્રદાયના નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય છે 'प्रज्ञानं ब्रह्म' તથા આ મઠની અંદર 'ऋग्वेद'ને રાખવામાં આવે છે. આ મઠના પ્રથમ મઠાધીશ આદ્ય શંકરાચાર્યના પ્રથમ શિષ્ય પદ્મપાદ થયા.



શારદા મઠ

શારદા (કાલિકા) મઠ ગુજરાતમાં દ્વારકાધામમાં સ્થિત છે. શારદા મઠની અંદર દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી 'तीर्थ' અને 'आश्रम' સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તે ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી તરીકે ઓળખાય છે. આ મઠનું મહાવાક્ય છે 'तत्त्वमसि' તથા તેની અંદર 'सामवेद'ને રાખવામાં આવે છે. શારદા મઠના પ્રથમ મઠાધીશ હસ્તામલક (પૃથ્વીધર) હતા. હસ્તામલક શંકરાચાર્યજીના પ્રમુખ ચાર શિષ્યોમાંથી એક હતા. આ ગુજરાતના સાધુ સમાજનું એક કેન્દ્ર જેવું નિયમન કેન્દ્ર છે.

જ્યોતિર્મઠ

ઉત્તરાંચલના બદ્રિકાશ્રમમાં સ્થિત છે જ્યોતિર્મઠ. જ્યોતિર્મઠની અંદર દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી 'गिरि', 'पर्वत' તથા सागरસંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય 'अयमात्मा ब्रह्म' છે. આ મઠની અંદર અથર્વવેદને રાખવામાં આવેલ છે. જ્યોતિરમઠના પ્રથમ મઠાધીશ આચાર્ય તોટક બનાવવામાં આવ્યા હતા.


(From : Divya Bhaskar)

Tuesday, 18 December 2012

Tatva Gyan (Knowledge of Tatva),



Different meaning of ‘Tatva’.
તત્વ શબ્દના વિવિધ અર્થ
  • સૃષ્ટિના પ્રલય પછી પણ પોતાના મૂળ સ્વરૂપે જે ટકી રહે છે.
  • જગતનું મૂળ કારણ કે કારણો
  • રહસ્ય, સારાંશ, આત્માનું મૂળ સ્વરૂપ 
  • કપિલ મુની પ્રણિત સાંખ્ય દર્શન અનુસર ચોવીસ - તત્વો જેવા કે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ (પંચ મહાભૂત) + શ્રોત્ર, ત્વક (ત્વચા), ચક્ષુ, જિહવા (જિભ) અને ધ્રાણ (નાક) રૂપી પંચ જ્ઞાનેંદ્રીય + સ્પર્શ, શબ્દ, રૂપ અને ગંધ (પાંચ તન્માત્રા), વાક (વાણી), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા) અને ઉપસ્થ (જનેન્દ્રિય) રૂપી પાંચ કર્મેન્દ્રિય + મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર (ચાર અંત:કરણ) આમ કુલ ચોવીસ તત્વો પ્રકૃતિના છે.  જે જડ કે અચેતન છે અને પચીસમું તત્વ તે આત્માકે પુરુષ છે. જે ચેતન છે અને નિષ્ક્રિય કે સાક્ષીરૂપ છે. આ બધાનું જ્ઞાન એટલે તત્વ જ્ઞાન.
સાર્વત્રિક તત્વજ્ઞાન ની વિવિધ વ્યાખ્યાઓ
  • તત્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, દરેક સ્થિતિમાં આત્માને સાચી શાંતિ અને સાચું સુખ (આનંદ) આપે તેવું જ્ઞાન.
  • તત્વ જ્ઞાન એટલે  તત્વત્રયી (ત્રણ મૂળભૂત તત્વો) જેવા કે, જિવ (આત્મા), જગત અને જગદીશ (પરમેશ્વર/પરબ્રહ્મ)ના યથાર્થ સ્વરૂપનું અને તેમની વચ્ચેના આંતર સંબંધો અંગેનું જ્ઞાન. 
  • તત્વ જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન.
  • તત્વ જ્ઞાન એટલે આ જગત પોતે શું છે ? અને તેને લગતી સાચી સમજણ કે યથાર્થ જ્ઞાન (અત્યારના વિજ્ઞાનીઓ આ પ્રકારની વ્યાખ્યાને આધારે જગતને સમજવા સંશોધન કરી રહ્યા છે.)

હવે આપણે તત્વજ્ઞાનીઓએ આપેલ તત્વ જ્ઞાનની વ્યાખ્યાઓ જાણીએ.

  • ભારતીય કપિલ મુનિ પ્રણિત સાંખ્ય દર્શન અને પતંજલિ પ્રણિત યોગ દર્શન અનુસાર :- પ્રકૃતિ (જડ છતાં સક્રિય) અને પુરૂષ (સચેતન અને નિષ્ક્રિય)નું સ્વરૂપ અને બંને  વચ્ચેનો ભેદ જણાવે તે તત્વ જ્ઞાન’.
  • સાંખ્ય દર્શન પ્રમાણેની બીજિ વ્યાખ્યા અનુસાર : ‘જેનાથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી ચોવીસ તત્વોનું તથા પચીસમા તત્વ એવા પુરુષનું (આત્માનું) યથાવત જ્ઞાન થાય તે તત્વ જ્ઞાન. (નોંધ : આ પચીસેય તત્વોનું વર્ણન આગળ આપેલ છે.)
  • વેદાંત દર્શન (ઉત્તર મીમાંસા) અનુસાર : તત્વ જ્ઞાન એટલે અવિદ્યાનો (મૂળ અજ્ઞાનનો) નાશ (દૂર થવું તે)
  • ભગવાન સ્વામી નારાયણ અનુસાર : તત્વ જ્ઞાન એટલે જિવ (આત્મા), ઇશ્વર, માયા, બહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ તત્વોનું યથાર્થ જ્ઞાન આપે તે જ્ઞાન.

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...